મોરારી બાપુ નું સ્લોગન “સત્ય, પ્રેમ, કરુણા”; એમાં સત્ય છે શ્રી રામ, પ્રેમ છે શ્રી કૃષ્ણ, અને કરુણા છે મહાદેવ; આ ત્રણે થી પાર એવા સર્વોપરી સ્વામિનારાયણ એ અંધશ્રદ્ધા નું પ્રતીક છે.

BAPS સંપ્રદાય ના મહંત સ્વામી એમના અનુયાયી ઓ માં અંધશ્રદ્ધા ફેલાઈ રહ્યા છે, 29-7-2018 ના રોજ, નીચે ફોટો મુકેલ છે તેમ મહંત સ્વામી માં વરસાદ રોકવાની ક્ષમતા છે. આ એક અધભૂત નજારો કેવાય, અથવા તો આ એક અંધશ્રદ્ધા કેવાય.

Image may contain: text

 

આખા ભારત દેશ માં કેટલાય  દિવસો થી ધામ ધમાર વરસાદ પડે છે. ગુજરાત માં વરસાદ ના કારણે 32 લોકો ના જીવ લેવાય ગયા; ત્યારે મહંત સ્વામી નો એ ચમત્કાર ક્યાં ખોવાઈ ગયો? તમે એક વાર માની લો કે તમારા થી વરસાદ બંધ ના થઇ શક્યો પણ, લોકો નો જીવ પણ ના બચાવી શક્યા. શ્રી રામ જેને વર્ષો થી ભારત દેશ માં પૂજાય છે, એવા શ્રી રામ સંજીવની વગર લક્ષમ્ણ ને જીવિત નતા કરી શક્યા.

200 વર્ષ જુના સ્વામિનારાયણ સંપ્રાદય સમાજ ને અંધશ્રદ્ધા અને અંધકાર તરફ લઇ જઈ રહ્યો છે. સૌથી મોટો અંધકાર સમાજ ને શ્રી કૃષ્ણ ની ભક્તિ થી દૂર લઇ જય રહ્યો છે. સ્વામિનારાયણ એ શીક્સપત્રી ના 114 માં સ્લોક લખલે છે કે શ્રી કૃષ્ણ ની ભક્તિ કરવી, અને જે લોકો શ્રી કૃષ્ણ ની ભક્તિ ના કરે એ અધોગતિ ને પામે, તો પણ સંપ્રદાય ના લોકો શ્રી કૃષ્ણ ની ભક્તિ કરતા નથી, અને સમાજ માં એવું ફેલાવે છે કે સ્વામિનારાયણ શ્રી કૃષ્ણ નો અવતાર છે, જે ને હિંદુ ધર્મ ના શાસ્ત્રો સમર્થન આપતા નથી.

એક મનુષ્ય તરીકે આપડા બધા ની ફરજ છે કે આપડે સમાજ ને અંધશ્રદ્ધા તરફ ના લઇ જઈએ, એમાં સમાજ, ગુજરાત અને ભારત દેશ નું  ભલું છે.